દિલ્હીમાં ચોમાસાના વરસાદનો કહેર
દિલ્હીમાં ચોમાસાના વરસાદનો કહેર
Published on: 05th July, 2026

દિલ્હીમાં ચોમાસાના પહેલા ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ભારે ટ્રાફિક જામ થયો છે. આ કારણે કુલ 15 ફ્લાઈટ્સ, જેમાં 5 ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે, તેને ડાયવર્ટ કરવી પડી છે. હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં પણ સતત વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેનાથી પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે. વહીવટીતંત્રે લોકોને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા અપીલ કરી છે.