ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો
ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત્ રહેવાનો વરતારો
Published on: 30th May, 2026

હવામાન વિભાગે ચોમાસાનું બીજી વખત પૂર્વાનુમાન જાહેર કર્યું છે એ ચિંતાજનક છે. ત્રણ વર્ષ પછી પહેલી વખત એવી સ્થિતિ આવી છે કે ચોમાસામાં પર્યાપ્ત વરસાદ થવાનો નથી. ખેડૂતોને ચિંતા કરાવે એવું અનુમાન રજૂ થયું છે. એપ્રિલ-મે મહિનાની આકરી ગરમી લોકો એ આશાએ સહન કરી લે છે કે જૂનના બીજા સપ્તાહમાં તો વરસાદના અમી છાંટણા થઈ જશે અને એ ગરમીમાં ઠંડું પાણી રેડશે, પરંતુ આ વર્ષે એ આશા પર પાણી ફરી વળ્યું છે. જૂન માસમાં કેટલાય રાજ્યોમાં હીટવેવનો અનુભવ થશે. આ બધું અલ નીનોના કારણે થશે.