ગુજરાતમાં 109 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ
ગુજરાતમાં 109 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ
Published on: 04th August, 2026

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો, જોકે મોટાભાગના વિસ્તારોમાં હળવા છાંટા રહ્યા. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.52 ઈંચ વરસાદ પડ્યો. નાનાપોંઢા અને ધરપુરમાં પણ સારો વરસાદ થયો. ખંભાત, ડાંગ, ભરૂચ, પાદરા, વાપી અને ખેરગામ સહિતના વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.