વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર
વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર
Published on: 20th July, 2026

વલસાડ જિલ્લામાં લાંબા વિલંબ બાદ મેઘરાજા મહેરબાન થતાં ડાંગરના ધરૂને નવું જીવન મળ્યું છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે અટકી પડેલી 90 ટકા વાવણીના કામને ફરી વેગ મળ્યો છે. ખેડૂતો ચિંતામાં હતા કારણ કે વરસાદના અભાવે ધરુ સૂકાઈ જવાનો ભય હતો અને તેઓ બોરના પાણીથી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે, અનુકૂળ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે અને આશા છે કે ઓગસ્ટના અંત સુધીમાં જો વરસાદ ચાલુ રહેશે તો ડાંગરના વાવેતરનો લક્ષ્યાંક પૂર્ણ થઈ શકશે.