જામનગર શહેર-જિલ્લામાં વરસાદનો વિરામ
જામનગર શહેર-જિલ્લામાં વરસાદનો વિરામ
Published on: 04th August, 2026

જામનગર શહેર અને જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન વરસાદની ઘટ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ હોવા છતાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી, જેના કારણે ખેડૂતો, શહેરીજનો અને પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઓછો નોંધાયો છે. વરસાદના અભાવે નદી-નાળા અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ નથી. ખેડૂતોને પાક માટે તેમજ જળાશયો ભરવા માટે ઓગસ્ટ મહિનામાં વ્યાપક વરસાદની આશા છે, અન્યથા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.