રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ
રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ
Published on: 28th May, 2026

બિહારમાં વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને ૧૬ થયો છે. તો બીજી તરફ નાગપુરમાં ગરમીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૭ થઇ ગઇ છે. રાજસ્થાનમાં શ્રીગંગાનગર ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ જારી છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અરબ સાગર, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે.