ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું.
ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું.
Published on: 28th May, 2026

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં બદલાવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. હાલ તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે, પરંતુ બાદમાં તેમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધતી અસરથી વાતાવરણમાં અસ્થિરતા વધશે.