ગુજરાતના બે જિલ્લામાં રેડ ઍલર્ટ, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતના બે જિલ્લામાં રેડ ઍલર્ટ, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ
Published on: 11th August, 2026

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નવું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. મધ્ય ગુજરાતના મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ ઍલર્ટ અપાયું છે. અમદાવાદ શહેર અને જિલ્લા સહિત કુલ 13 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના સાથે ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓનો સમાવેશ થાય છે.