હજુ જમી સંપાદિતનો વિવાદ:કેનાલનો 300 મીટરનો ભાગ બાકી, 200 ખેડૂતને સીધી અસર
હજુ જમી સંપાદિતનો વિવાદ:કેનાલનો 300 મીટરનો ભાગ બાકી, 200 ખેડૂતને સીધી અસર
Published on: 22nd April, 2026

સુરેન્દ્રનગરના વઢવાણ ખારવા રોડ પર માત્ર ૩૦૦ મીટર કેનાલનું કામ છેલ્લા ૧૪ વર્ષથી અધૂરું રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદનના વિવાદને કારણે અટકેલા આ કામથી આશરે ૨૦૦ ખેડૂતોની ૫૦૦૦ વીઘા જમીન સિંચાઈના પાણીથી વંચિત છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે. બીજી તરફ, નર્મદા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું છે કે જમીન માલિકને નાણાં ચૂકવીને કેનાલની કામગીરી ટૂંક સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.