99 વર્ષના વૃદ્ધે વરસાદ માટે મેઘરાજાને મનાવવા ઉપવાસ આદર્યા
99 વર્ષના વૃદ્ધે વરસાદ માટે મેઘરાજાને મનાવવા ઉપવાસ આદર્યા
Published on: 12th September, 2026

દહેગામ તાલુકામાં વરસાદ ખેંચાતા લોકો ચિંતિત છે. કડજોદરા ગામના 99 વર્ષીય પ્રભુદાસ મેઘરાજાને મનાવવા માટે સોમનાથ મંદિરમાં નવ દિવસથી ઉપવાસ પર છે. તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને માત્ર લીંબુ પાણી પર દિવસો પસાર કર્યા છે. ખેડૂતો અને પશુઓની દયનીય સ્થિતિ જોઈને તેમણે આ પગલું ભર્યું છે. ગામલોકો તેમને ઉપવાસ તોડવા વિનંતી કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી પ્રભુદાસ ઉપવાસ ચાલુ રાખશે.