મોરબીના પડધરીમાં ખેડૂતોનું આક્રમક પ્રદર્શન
મોરબીના પડધરીમાં ખેડૂતોનું આક્રમક પ્રદર્શન
Published on: 19th July, 2026

પડધરીમાં ખેડૂતોના આંદોલનનો જોરદાર દેખાવ જોવા મળ્યો. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા શરૂ કરાયેલા પ્રતીક ઉપવાસ આંદોલનમાં શનિવારે જેતપર સહિત ગામેગામથી ખેડૂતો ઉમટી પડ્યા અને સમર્થન જાહેર કર્યું. આ આંદોલનમાં અનેક આગેવાનો, સરપંચો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં બજારભાવ કરતાં ચાર ગણું વળતર, સરકારી પરિપત્રનો બહિષ્કાર, અને નવી SOP તથા નિયમાવલી ઘડવાની છે જેમાં ખેડૂતોને અગ્રતા આપવામાં આવે. વીજ તાર પડવા જેવી ઘટનામાં પણ નુકસાનીનું વળતર માંગવામાં આવ્યું.