હળવદની 15 હજાર વીઘા જમીનમાં પાકને નુકસાન થવાની ભીતિ
હળવદની 15 હજાર વીઘા જમીનમાં પાકને નુકસાન થવાની ભીતિ
Published on: 28th August, 2026

હળવદ નજીક રણકાંઠાના એજાર ગામની સીમમાં ગંગેશ્વર અને શક્તિ ફીડર એક માસથી બંધ હોવાથી ખેડૂતોમાં ભારે રોષ છે. PGVCLને લેખિત રજૂઆત કરાઈ છે. આશરે 15 હજાર વીઘા જમીનમાં પાક બળી જવાની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. ગ્રામજનોએ અગાઉ ચાર વખત મૌખિક રજૂઆત કરી હોવા છતાં ફીડર ચાલુ થયા નથી. ગંગેશ્વર ફીડરમાં 1988થી મેઈન્ટેનન્સ થયું નથી અને નવા ફીડર માટે બે વર્ષ અગાઉ અરજી કરાઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.