ગોમાયશી બિલ્વફળને રાષ્ટ્રીય સ્તરે સન્માન, પ્રદર્શન અને ખેડૂતોનો આવકાર મળ્યો
ગોમાયશી બિલ્વફળને રાષ્ટ્રીય સ્તરે સન્માન, પ્રદર્શન અને ખેડૂતોનો આવકાર મળ્યો
Published on: 18th July, 2026

નવી દિલ્હી ખાતે યોજાયેલા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વેજલપુર સ્થિત કેન્દ્રીય બાગાયત કેન્દ્ર દ્વારા સંશોધિત ગોમાયશી બિલ્વફળને દેશભરના ખેડૂતો માટે પ્રદર્શિત કરવામાં આવ્યું. કાલોલના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ આ વિશિષ્ટ ફળને 98માં સ્થાપના દિવસે સત્તાવાર માન્યતા મળી. તેના ગુણધર્મો, ઉત્પાદન અને માર્કેટ અંગેના નવા આયામો રજૂ કરાયા. ડૉ. એ.કે સિંઘ દ્વારા વિકસિત આ પ્રજાતિ ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ ઉગાડી શકાય છે, જેનો સ્વાદ અને સુગંધ મનમોહક છે.