પંચમહાલના ભાદરોલી બુઝર્ગ શાળાની ૧૨૨ કુંવારિકાઓને સનફાર્મા દ્વારા ડ્રાયફ્રુટ વિતરણ
પંચમહાલના ભાદરોલી બુઝર્ગ શાળાની ૧૨૨ કુંવારિકાઓને સનફાર્મા દ્વારા ડ્રાયફ્રુટ વિતરણ
Published on: 29th July, 2026

ગૌરીવ્રત નિમિત્તે કાલોલ તાલુકાની ભાદરોલી બુઝર્ગ પ્રાથમિક શાળામાં સનફાર્મા સેવા ગ્રુપ, હાલોલ દ્વારા એક વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરાયું. આ પ્રસંગે સનફાર્માના પ્રતિનિધિ મયંકભાઈના હસ્તે શાળાની લગભગ ૧૨૨ કુંવારિકાઓને પૌષ્ટિક ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉત્તમ પહેલ બદલ શાળા પરિવારે સનફાર્મા સેવા ગ્રુપ અને મયંકભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ સેવાકાર્ય સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.