પોરબંદરમાં ડીઝલની કટોકટીનો અંત.
પોરબંદરમાં ડીઝલની કટોકટીનો અંત.
Published on: 29th May, 2026

પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછતના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ હવે દૂર થઈ છે. ડીઝલની કટોકટીમાં 80% સુધારો થતાં પેટ્રોલપંપો પરથી લાંબી કતારો ગાયબ થઈ ગઈ છે. આજે વાહનચાલકો સરળતાથી બળતણ મેળવી રહ્યા છે. પૂરતો જથ્થો ઉપલબ્ધ થતાં તંત્ર અને જનતા બંનેએ રાહતનો શ્વાસ લીધો છે. રિક્ષાચાલકોની રોજીરોટી પર અસર થઈ હતી, પરંતુ હવે પર્યાપ્ત ડીઝલ મળતાં તેમણે હાશકારો અનુભવ્યો છે.