દાહોદના સંજેલીમાં ગરમીમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી.
દાહોદના સંજેલીમાં ગરમીમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી.
Published on: 02nd May, 2026

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ઇંડિયન ગેસ એજન્સી પર ગેસ સિલિન્ડર લેવા લોકોની ભારે ભીડ જોવા મળી. કાળઝાળ ગરમીમાં ગ્રાહકો પોતાના બુકીંગ કરેલા બોટલ લેવા માટે લાંબી કતારમાં ઉભા રહ્યા. સરકારી દાવાઓ છતાં, વાસ્તવિકતામાં ગેસ સિલિન્ડરની અછત જણાઈ રહી છે. લોકોએ એજન્સી સંચાલકો પર મળતિયાઓને સિલિન્ડર આપવાનો આક્ષેપ કર્યો. કાયદેસરના ગ્રાહકોને ઘરે બેઠા વિતરણ માટે માંગ કરાઈ.