રાજકોટના લાયન સફારી પાર્ક લોકાર્પણમાં વિલંબ, ખર્ચમાં વધારો
રાજકોટના લાયન સફારી પાર્ક લોકાર્પણમાં વિલંબ, ખર્ચમાં વધારો
Published on: 02nd May, 2026

રાજકોટના લાયન સફારી પાર્કનું લોકાર્પણ હવે જુલાઈના અંતમાં થશે. 10,000 ચોરસ મીટર ક્ષેત્રફળ વધારવા અને વધારાની સુવિધાઓ માટે રૂ.7 કરોડના ખર્ચની નવી મંજૂરી માંગી છે. આ પ્રોજેક્ટ રૂ.44 કરોડના ખર્ચે 29 હેક્ટર જગ્યા પર આકાર પામી રહ્યો છે અને 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વેકેશન દરમિયાન સિંહ જોવાનો લ્હાવો હવે નહીં મળે, જૂન નહીં પણ જુલાઈમાં લંબાયું લોકાર્પણ.