રક્ષાબંધન પર સોના-ચાંદીમાં તેજી, પ્લેટીનમ પણ વધ્યું
રક્ષાબંધન પર સોના-ચાંદીમાં તેજી, પ્લેટીનમ પણ વધ્યું
Published on: 29th August, 2026

વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૬૦૦ ડોલરને પાર કરતા મુંબઈ ઝવેરી બજારમાં સોના, ચાંદી અને પ્લેટીનમના ભાવમાં આંચકા પચાવી તેજી જોવા મળી. સરકારે સોનાની ટેરીફ વેલ્યુ વધારતાં ઈમ્પોર્ટ કોસ્ટમાં પણ વૃદ્ધિ થઈ. ઘરઆંગણે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ વધી રૂ.૧૫૮૯૩૯ (૯૯૫) અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૪૪૦૦ ઉછળી રૂ.૨૪૩૮૯૨ રહ્યા. ક્રૂડતેલના ભાવમાં સાંકડી વધઘટ રહી, જ્યારે વેનેઝુએલા ઓપેકમાંથી નિકળી જવા વિચારણા કરી રહ્યું હોવાના સંકેતો મળ્યા.