તહેવારો પહેલા મુંબઈમાં દૂધના ભાવમાં ₹9 નો અધધ વધારો
તહેવારો પહેલા મુંબઈમાં દૂધના ભાવમાં ₹9 નો અધધ વધારો
Published on: 28th August, 2026

મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) એ તહેવારો પહેલા દૂધની જથ્થાબંધ કિંમતમાં લિટર દીઠ ₹9 નો વધારો કર્યો છે. આ વધારા બાદ ભેંસના તાજા દૂધનો જથ્થાબંધ ભાવ ₹93 થી વધીને ₹102 પ્રતિ લિટર થયો છે. આ નવા દરો 1 સપ્ટેમ્બર 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી અમલમાં રહેશે. પશુ આહાર, ખાણ અને પશુ ઉછેર ખર્ચમાં થયેલા વધારાને કારણે MMPA એ આ નિર્ણય લીધો છે. આ ભાવ વધારાની અસર મુંબઈના 3,000 થી વધુ રીટેલર્સ પર પડશે, અને ગ્રાહકોને દૂધ, દહીં, પનીર અને મીઠાઈઓ મોંઘી મળવાની શક્યતા છે, જેનાથી સામાન્ય પરિવારના બજેટ પર અસર પડશે.