રાજકોટમાં સ્કૂલવાન અને રિક્ષા ભાડામાં 10% વધારો.
રાજકોટમાં સ્કૂલવાન અને રિક્ષા ભાડામાં 10% વધારો.
Published on: 29th May, 2026

રાજકોટ શહેર અને જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10% વધારો થશે, જેના પગલે અંદાજે 45,000 વિદ્યાર્થીઓના વાલીઓ પર આર્થિક બોજ પડશે. CNG અને પેટ્રોલના ભાવ વધારાને કારણે આ નિર્ણય લેવાયો છે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી ભાડામાં કોઈ વધારો કરાયો ન હતો, પરંતુ વધતા સંચાલન ખર્ચને પહોંચી વળવા આ ભાવ વધારો અનિવાર્ય છે.