RMC પ્લાન્ટમાંથી રૂ.1.90 લાખના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
RMC પ્લાન્ટમાંથી રૂ.1.90 લાખના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
Published on: 27th August, 2026

પોરબંદરના કોલીખડા RMC પ્લાન્ટમાંથી રૂ. 1,90,000 ના 60 કિલો કોપર વાયરની ચોરીના ગુનાનો ઉદ્યોગનગર પોલીસે 24 કલાકમાં ભેદ ઉકેલી નાખ્યો છે. SP ભગીરથસિંહ જાડેજાની સૂચના અને DYSP સુરજીત મહેડુ તથા PI વાળાના માર્ગદર્શન હેઠળ ટીમે ઈરફાન નીઝામ સોરવદી અને જૂનાગઢના સંજય રાજુ સોલંકીને ઝડપી લીધા છે. આર્થિક તંગીને કારણે ચોરી કરતા હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે. વધુ બે આરોપીઓને શોધવાની કાર્યવાહી ચાલુ છે.