પોક્સો કાયદા હેઠળ રેકોર્ડ સમયમાં 346 ચુકાદા
પોક્સો કાયદા હેઠળ રેકોર્ડ સમયમાં 346 ચુકાદા
Published on: 10th September, 2026

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બની છે. છેલ્લા આઠ મહિનામાં પોક્સો અદાલતો દ્વારા 346 ચુકાદા આપવામાં આવ્યા છે, જેમાં 241 આરોપીઓને આજીવન કેદ અને બે ગુનેગારોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સાયન્ટિફિક એવિડન્સ અને સંવેદનાપૂર્વક ઇન્વેસ્ટિગેશનની પધ્ધતિ ગુનેગારોને સખત સજા અપાવવામાં મદદરૂપ થઈ રહી છે. ચાર્જશીટ રજૂ કર્યાના 72 કલાકમાં પણ ચુકાદા અપાઈ રહ્યા છે.