અમદાવાદમાં RDP રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું
અમદાવાદમાં RDP રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું
Published on: 10th September, 2026

અમદાવાદના સરસપુર-રખિયાલ વોર્ડમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) ની રોડલાઇનમાં આવતા 83 બિનરહેણાંક બાંધકામો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ. ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા સુધીના 700 મીટર માર્ગ પર 30.50 મીટરની રોડલાઇનમાં આવતા આ બાંધકામો પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યા. RDP મુજબ માર્ગ પહોળો કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. લાલ દરવાજા ખાતે પણ દબાણો હટાવી પાથરણાવાળાઓનો મુદ્દામાલ જપ્ત કરાયો, શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ તેજ કરાઈ.