બનાસકાંઠાના ખેડૂતોની જમીન બચાવો, વૈકલ્પિક માર્ગ અપનાવો
બનાસકાંઠાના ખેડૂતોની જમીન બચાવો, વૈકલ્પિક માર્ગ અપનાવો
Published on: 29th August, 2026

બનાસકાંઠાના ખેડૂતો સૂચિત નવા બાયપાસ માર્ગને લઈને ભારે રોષે ભરાયા છે. પાલનપુરના ખેમાણાથી ડીસાના ભીલડી વચ્ચે NH-27ના નવા અલાઈન્મેન્ટ માટે 26 ગામોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. NHAI અને DPR કન્સલ્ટન્ટ દ્વારા સર્વે નંબરો નક્કી કરાઈ રહ્યા છે. બિનખેતીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરાઈ છે. આશરે 186 મીટર પહોળાઈમાં જમીન સંપાદનથી ફળદ્રુપ ખેતીની જમીન જશે તેવી ભીતિએ ખેડૂતો ચિંતિત છે. આ મુદ્દે ડીસા તાલુકાના વડાવળ ગામે ખેડૂતો એકત્ર થયા હતા.