સ્કૂલના મળ્યા નાસ્તામાં કાચના ટુકડા!
સ્કૂલના મળ્યા નાસ્તામાં કાચના ટુકડા!
Published on: 11th August, 2026

અમદાવાદના શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાતા નાસ્તામાંથી કાચના ટુકડા મળવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓ શાળા પરિસરમાં એકઠા થઈ ગયા હતા. આરોગ્ય અને સુરક્ષા સાથે ચેડાં અંગે વાલીઓએ શાળા પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પીડિત બાળકને હોસ્પિટલ લઈ જવાયો, પણ શાળાએ કાચનો ટુકડો આપવાનો ઇનકાર કર્યો. જવાબદારો ગાયબ હતા, તેથી VHP અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા.