પાલનપુર: ખેતરના સેઢેથી મળી નવજાત બાળકી.
પાલનપુર: ખેતરના સેઢેથી મળી નવજાત બાળકી.
Published on: 10th May, 2026

બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે ખેતરના સેઢેથી એક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી છે. 'મધર્સ ડે' ના દિવસે બનેલી આ ઘટનાથી માનવતા શરમાઈ છે. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે, જ્યાં તેની હાલત સ્થિર છે. આ ઘટનાએ સૌને દુઃખી કર્યા છે.