અમદાવાદમાં સગા ભાઈઓએ વૃદ્ધ સાથે 4.99 લાખની ઠગાઈ કરી
અમદાવાદમાં સગા ભાઈઓએ વૃદ્ધ સાથે 4.99 લાખની ઠગાઈ કરી
Published on: 10th July, 2026

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. છેલ્લા 15 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા બે સગા ભાઈઓએ વૃદ્ધ ફતેસિંહ લોધા સાથે 4.99 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે. નિરમા યુનિવર્સિટીમાં પુત્ર હિતેષને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન અપાવવાના બહાને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેનો પર્દાફાશ પુત્રના દુઃખદ અવસાન બાદ થયો. પુત્ર નાપાસ થયો હોવાનો ફાયદો ઉઠાવી, ભાઈઓએ હિતેષનું એડમિશન થઈ ગયું હોવાનું કહીને યુનિવર્સિટી ફીના નામે પૈસા પડાવ્યા હતા.