અમરેલીના રાજુલા ST બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરતો ચોર ઝડપાયો
અમરેલીના રાજુલા ST બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરતો ચોર ઝડપાયો
Published on: 10th July, 2026

અમરેલી જિલ્લાના રાજુલા ST બસ સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવીને ખિસ્સા કાતરતા એક ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચોર બસ સ્ટેશન પર મુસાફરોની ભીડનો ફાયદો ઉઠાવીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોને ટાર્ગેટ બનાવતો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે કોડીનારના રહેવાસી યુસુફ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો અને તેની પાસેથી ₹3500 રોકડા રિકવર કર્યા. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.