ભાવનગરમાં તલવાર-ધારિયા સાથે દુકાનદારને ધમકી આપનાર બદમાશો સામે ગુનો દાખલ
ભાવનગરમાં તલવાર-ધારિયા સાથે દુકાનદારને ધમકી આપનાર બદમાશો સામે ગુનો દાખલ
Published on: 09th October, 2026

ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં જૂની અદાવતના કારણે ત્રણ શખ્સો તલવાર, ધારિયા અને ધોકા જેવા હથિયારો સાથે એક કરિયાણાની દુકાને પહોંચ્યા હતા. આરોપીઓએ દુકાનદાર મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પીડિત મહિલાની ફરિયાદ બાદ ગંગાજળિયા પોલીસે મોડી રાત્રે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઊભા થયા છે.