ગુજરાત હાઇકોર્ટ: "સાડી પર દેવી-દેવતાના ચિત્રણથી ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો ન ગણાય"
ગુજરાત હાઇકોર્ટ: "સાડી પર દેવી-દેવતાના ચિત્રણથી ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો ન ગણાય"
Published on: 09th October, 2026

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સાડી કે કાપડ પર દેવી-દેવતા કે પૂજનીય પ્રતીકોના કલાત્મક ચિત્રોનું છાપકામ કે વેચાણ કરવું, ભલે તે સાડીના પલ્લુ પર હોય, તેને આપમેળે બદઈરાદાપૂર્વકનું કૃત્ય કે ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો ગણી શકાય નહીં. જસ્ટિસ પી.એમ.રાવલે સુરતના એક વેપારી સામે ભગવાન ગૌતમ બુદ્ધના ચિત્રોવાળી સાડી વેચવા બદલ નોંધાયેલી ફરિયાદ રદ કરતાં જણાવ્યું કે, IPC કલમ-295 હેઠળ ગુનો ત્યારે જ બને જ્યારે કોઈ વર્ગની ધાર્મિક લાગણી દુભાવવાનો સ્પષ્ટ અને દૂષિત ઈરાદો હોય. જો આવું કૃત્ય જાણીજોઈને કે બદઈરાદાપૂર્વક ન થયું હોય, તો તે ગુનાહિત શ્રેણીમાં ન આવે.