અમદાવાદમાં પૂર્વ પ્રેમીએ યુવતી પર લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો
અમદાવાદમાં પૂર્વ પ્રેમીએ યુવતી પર લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો
Published on: 09th October, 2026

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સંબંધોની તકરાર અને પોલીસ ફરિયાદની અદાવતમાં એક યુવતી પર તેના પૂર્વ પ્રેમી અને તેના સાગરીતે લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો છે. ગોતા ખાતે પ્રોડક્શન હાઉસ ચલાવતી 33 વર્ષીય યુવતી, જે અગાઉ કીશુ ચાવલા સાથે પાંચ વર્ષ રિલેશનશિપમાં હતી, તેણે પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ આ ઘટના બની. વસ્ત્રાલ સ્થિત નૈયા પેરેડાઇઝ સોસાયટીના ગેટ પાસે કીશુ અને સાગર નારાણિયાએ યુવતીને ઘેરી લઈ 'પોલીસમાં ફરિયાદ કેમ કરી' તેમ કહી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે અને રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.