બોટાદમાં Instagram ચેટ વિવાદમાં સમાધાન માટે બોલાવી યુવકની ઘાતકી હત્યા
બોટાદમાં Instagram ચેટ વિવાદમાં સમાધાન માટે બોલાવી યુવકની ઘાતકી હત્યા
Published on: 10th July, 2026

બોટાદના ખસ રોડ વિસ્તારમાં Instagram પર થયેલી ચેટના વિવાદને લઈને સમાધાન કરવા બોલાવાયેલા યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઇન્સ્ટાગ્રામ પર યુવતીને મેસેજ કરવા મુદ્દે થયેલા ઝઘડા બાદ સમાધાનના બહાને બોલાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.