જૂનાગઢમાં બનાવટી પનીર અને ચીઝનો જથ્થો ઝડપાયો
જૂનાગઢમાં બનાવટી પનીર અને ચીઝનો જથ્થો ઝડપાયો
Published on: 08th August, 2026

જૂનાગઢમાં ફૂડ વિભાગે 14 પેઢીઓ પર કાર્યવાહી કરીને 584 કિલો બનાવટી પનીર, ચીઝ અને ક્રિમનો નાશ કર્યો. સરકારે વનસ્પતિ તેલમાંથી બનતા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યભરમાં આ કડક નિયમોનું પાલન કરાવવા માટે તપાસ ચાલી રહી છે. જૂનાગઢમાં ગામઠી રેસ્ટોરન્ટ, અમન સેલ્સ, શ્રીજી ફેન્સી ઢોસા અને યશ ટ્રેડીંગ જેવી જગ્યાઓ પર તપાસ કરતાં કુલ રૂપિયા 2,04,575 નો 584 કિલો જથ્થો મળી આવ્યો, જેને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો. આ કાર્યવાહીથી અસલી પનીરની માંગ વધી શકે છે.