ગુજરાતમાં છેલ્લા 5 વર્ષના POCSO કેસોના આંકડા
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષના POCSO કેસોના આંકડા
Published on: 10th September, 2026

રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે POCSO કેસોમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આ નીતિ અંતર્ગત કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં 1785 POCSO કેસોમાં ચુકાદા આવ્યા છે, જેમાં 908 આરોપીઓને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા થઈ છે. 2026માં પ્રથમ 8 મહિનામાં 346 કેસોમાં 241 આરોપીઓને આજીવન કેદ થઈ છે. ઓગસ્ટમાં 48 કેસોમાં 35 આરોપીઓને આજીવન કેદ કરાયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યની દીકરીઓ પર કુદ્રષ્ટિ કરનાર સામે કોઈ દયા દાખવાશે નહીં.