હારીજ પોલીસ દ્વારા 'તેરા તુજ કો અર્પણ' કાર્યક્રમ
હારીજ પોલીસ દ્વારા 'તેરા તુજ કો અર્પણ' કાર્યક્રમ
Published on: 27th August, 2026

હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા 12 મોબાઈલ, જેની કિંમત રૂપિયા 1.89 લાખથી વધુ હતી, તે શોધી કાઢવામાં આવ્યા હતા. પાટણ વિભાગના ડીવાયએસપી પરેશ રેણુકાની અધ્યક્ષતામાં યોજાયેલા 'તેરા તુજ કો અર્પણ' કાર્યક્રમમાં આ મોબાઈલ મોબાઈલ માલિકોને બોલાવીને પરત કરવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીને કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને તેમની આ સરાહનીય કામગીરીની ખૂબ પ્રશંસા થઈ હતી.