મોરબીના બંધ સિરામિક ફેક્ટરીમાંથી 804 ગુણી યુરિયા ખાતર જપ્ત
મોરબીના બંધ સિરામિક ફેક્ટરીમાંથી 804 ગુણી યુરિયા ખાતર જપ્ત
Published on: 08th August, 2026

મોરબીના રંગપર નજીક ઝીબોન સિરામિક ફેક્ટરીમાં CID ક્રાઇમ ગાંધીનગરની ટીમે દરોડો પાડી 6 કંપનીના 804 ગુણી સબસિડાઇઝ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોમાસા પહેલા ખેડૂતો યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યા છે ત્યારે આ મોટા પાયે થયેલી ગેરકાયદેસર સંગ્રહખોરી શંકાસ્પદ છે. ભૂતકાળમાં પણ આવા જથ્થા મળ્યા હતા. ખેતીવાડી વિભાગે નમૂના લઈ જૂનાગઢ લેબોરેટરીમાં મોકલ્યા છે, રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે. નીમ કોટેડ યુરિયાના ઔદ્યોગિક ઉપયોગના દાવા વચ્ચે આવા કૃત્રિમ અછત ઊભી કરી ગેરકાયદે વેપાર થતો હોવાની આશંકા છે.