રાધનપુર લકકી પેલેસ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ઝડપાયું.
રાધનપુર લકકી પેલેસ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ઝડપાયું.
Published on: 28th May, 2026

રાધનપુર ખાતે લકકી ગેસ્ટ હાઉસમાં દેહ વેપારના ગોરખ ધંધા ચાલતા હોવાની બાતમી આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરમિયાન, ગેસ્ટ હાઉસના સંચાલક રજાકભાઈ કરીમભાઈ સિપાહી અને મુંબઈની એક મહિલા સહિત ગ્રાહકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી મોબાઇલ, રોકડા રૂપિયા 50,000 અને કોન્ડમના પેકેટ જેવા મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.