વડોદરાના સાવલીની મીના સર્કિટ કંપનીમાં રૂ. 95.65 લાખની ઉચાપત
વડોદરાના સાવલીની મીના સર્કિટ કંપનીમાં રૂ. 95.65 લાખની ઉચાપત
Published on: 10th September, 2026

સાવલી તાલુકાના વડદલા ગામ સ્થિત 'મીના સર્કિટ પ્રા.લિ.' કંપનીમાં એકાઉન્ટન્ટ અલ્પેશ પટેલે રૂ. 95,65,836ની મોટી રકમની ઉચાપત કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ ખોટા વાઉચરો અને બોગસ બિલો બનાવી પોતાના અને પત્નીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. કંપનીના CA દ્વારા તપાસ બાદ આ કૌભાંડ સામે આવ્યું, જેના પગલે સાવલી પોલીસે અલ્પેશ પટેલ વિરુદ્ધ ઉચાપત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.