મંદિરે દર્શન કરવા જતા વડીલને કાર ચાલકે ફંગોળ્યા
મંદિરે દર્શન કરવા જતા વડીલને કાર ચાલકે ફંગોળ્યા
Published on: 28th August, 2026

વહેલી સવારે વડોદરાના કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી વખતે ૭૩ વર્ષીય વડીલને એક કાર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વડીલના જમણા પગે ફ્રેક્ચર થયું છે. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપી કાર ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.