ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનું પદ ચાર્જ પર
ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનું પદ ચાર્જ પર
Published on: 29th August, 2026

ગુજરાતમાં ભેળસેળિયા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. દૂધ, મીઠાઈ, પનીર, મસાલા, દવા, ઘી, ખાદ્યતેલ, દૂધની બનાવટો અને ગોળ જેવી રોજિંદા જરૂરી ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ ચરમસીમાએ પહોંચ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે, ત્યારે આ ભેળસેળ પર લગામ લગાવવાની મહત્વની જવાબદારી કાયમી અધિકારીના બદલે ચાર્જ પર ચાલી રહી છે. રાજ્યમાં એક કાયમી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર પણ નથી, તે સવાલ ઉઠાવવામાં આવ્યો છે.