ગુજરાતમાં વધુ એક પેપર લીક?
ગુજરાતમાં વધુ એક પેપર લીક?
Published on: 27th July, 2026

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી BAMS પરીક્ષાના પેપર લીકના શંકાના ઘેરામાં આવી છે. MS-શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પહેલા વ્હોટ્સએપ પર કેટલાક સવાલો વાયરલ થયા હતા, અને પરીક્ષામાં પૂછાયેલા 12માંથી 11 સવાલો તેમાં હોવાનો દાવો છે. આ ઘટનાએ NEET બાદ રાજ્યની પરીક્ષા સિસ્ટમની વિશ્વસનિયતા પર ફરી સવાલો ઊભા કર્યા છે. વિવાદ વકરતાં યુનિવર્સિટીએ તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી છે. જો સંડોવણી કે નિયમોનું ઉલ્લંઘન જણાશે તો કડક કાર્યવાહી થશે. વિદ્યાર્થીઓ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.