લોકસભામાં પેપર લીક વિધેયક આવશે
લોકસભામાં પેપર લીક વિધેયક આવશે
Published on: 27th July, 2026

પેપર લીક રોકવા માટે 'જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026' લોકસભામાં રજૂ થશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ આ બિલ લાવશે, જેમાં 2024ના કાયદામાં ફેરફાર કરાશે. આરોપીઓ માટે સજા અને દંડ બંને વધશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી શકશે. આ કોર્ટમાં રોજ સુનાવણી થશે. આ બિલ NEET-UG અને UGC જેવી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ બાદ લાવવામાં આવી રહ્યું છે, જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે પીડાદાયક હતું.