અંધત્વ ધરાવતી કાવ્યાની અદ્ભુત સફળતા, 95.67% પ્રાપ્ત કર્યા.
અંધત્વ ધરાવતી કાવ્યાની અદ્ભુત સફળતા, 95.67% પ્રાપ્ત કર્યા.
Published on: 07th May, 2026

ભરૂચની નારાયણ વિદ્યાલયની દિવ્યાંગ વિદ્યાર્થીની કાવ્યા ફરસરામે 90% અંધત્વ હોવા છતાં ધોરણ 10માં 95.67% અને 99.50 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી કાવ્યાએ સાંભળીને અને ટેકનોલોજીની મદદથી અભ્યાસ કર્યો. ભવિષ્યમાં કલેક્ટર બનવાનું સ્વપ્ન છે. બીજી વિદ્યાર્થીની ગ્રીષ્માએ પણ 90.66% મેળવ્યા. જિલ્લાનું પરિણામ 84.15% રહ્યું.