મોટી ખડોલ ગામના ઓમ જીગરભાઈ પટેલ રાજ્યમાં પ્રથમ.
મોટી ખડોલ ગામના ઓમ જીગરભાઈ પટેલ રાજ્યમાં પ્રથમ.
Published on: 07th May, 2026

મહુધા તાલુકાના મોટી ખડોલ ગામના વતની ઓમ જીગરભાઈ પટેલે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.99 પી.આર સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગોંડલ બીએપીએસ સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરનાર ઓમના માતા-પિતા શિક્ષક છે. તેમના પરિવારમાં સમાજ આગેવાન અને વકીલ પણ છે. ઓમ ડોકટર બનવા ઈચ્છે છે અને સફળતા માટે દૈનિક છ કલાક વાંચન અને સખત મહેનત જરૂરી ગણાવે છે.