NEET પેપર લીક: મુખ્ય સૂત્રધાર ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા.
NEET પેપર લીક: મુખ્ય સૂત્રધાર ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા.
Published on: 15th May, 2026

NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIને મોટી સફળતા. મુખ્ય સૂત્રધાર, કેમિસ્ટ્રી લેક્ચરર પી. વી. કુલકર્ણી ઝડપાયો. તે NTA પ્રક્રિયા સાથે સંકળાયેલો હતો. તપાસ એજન્સી મુજબ, એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં કુલકર્ણીએ અન્ય એક આરોપી મનીષા વાઘમારેની મદદથી વિદ્યાર્થીઓને એકઠા કર્યા અને પૂણે સ્થિત પોતાના ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યા, જે NEET પરીક્ષાના પેપર સાથે મળતા આવતા હતા. CBI હાલ વધુ તપાસ કરી રહી છે.