પંચમહાલમાં શ્રી કૃપાલુ હાઈસ્કૂલના આધુનિક ભવન અને સુવિધાઓનું ભવ્ય લોકાર્પણ સંપન્ન
પંચમહાલમાં શ્રી કૃપાલુ હાઈસ્કૂલના આધુનિક ભવન અને સુવિધાઓનું ભવ્ય લોકાર્પણ સંપન્ન
Published on: 09th July, 2026

હાલોલ તાલુકાના મસવાડ ગામ ખાતે શ્રી કૃપાલુ હાઈસ્કૂલમાં લેડી બેમફોર્ડ ફાઉન્ડેશનના ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત નવનિર્મિત ભવન અને આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરાયું. જેસીબી કંપની દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ હેઠળ પાંચ આધુનિક વર્ગખંડો, સેનિટેશન બ્લોક, આર.ઓ. પીવાના પાણીનો પ્લાન્ટ અને વોટર કૂલર જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે મનીષ તયાલ, અનુરાધા સિંહ અને લેડી બેમફોર્ડ ફાઉન્ડેશનની ટીમ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.