CCTV કેમેરાના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો
CCTV કેમેરાના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો
Published on: 10th July, 2026

જામનગર શહેરમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ધણશેરીની ખાડ વિસ્તારમાં આવેલી બાબજી સિરામિક એન્ડ સેનેટરી નામની દુકાનમાંથી ચોરાયેલા રૂ. 24 હજારની રોકડ અંગે સીટી 'બી' ડિવિઝન પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. આ તપાસના પગલે રાજ લલ્લુભાઈ કોળી નામના આરોપીને રૂ. 9 હજારની ચોરાયેલી રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેન્ટિલેશન મારફતે દુકાનમાં પ્રવેશ કરી ચોરી કર્યાની કબૂલાત આપી છે.