જામનગરમાં ડ્રીમ સિટીમાં મહિલા જુગારધામ પર પોલીસનો દરોડો
જામનગરમાં ડ્રીમ સિટીમાં મહિલા જુગારધામ પર પોલીસનો દરોડો
Published on: 10th July, 2026

જામનગર શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં પોલીસ દ્વારા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો. જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે સફળતાપૂર્વક આ કાર્યવાહી કરી. આ દરમિયાન, ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોનપોલી નામનો જુગાર રમતી છ મહિલાઓને ઝડપી પાડવામાં આવી. તેમની પાસેથી રૂ.30,800ની રોકડ અને ગંજીપત્તાના પાનાં કબજે કરવામાં આવ્યા છે. આ અંગે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.