હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસ: પ્લાસ્ટિક કચરાનું રિસાયક્લિંગ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસ: પ્લાસ્ટિક કચરાનું રિસાયક્લિંગ
Published on: 09th July, 2026

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન અને ક્લીન બનાવવા માટે બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રા. લી. સાથે MOU કરાયું છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટી કેમ્પસમાં પ્લાસ્ટિક વેસ્ટનું યોગ્ય વ્યવસ્થાપન કરવું અને વિદ્યાર્થીઓમાં રિસાયક્લિંગ પ્રત્યે અવેરનેસ લાવવાનો છે. NSS સ્વયંસેવકો જાગૃતિ કાર્યક્રમો અને સફાઈ અભિયાનો ચલાવશે. પ્લાસ્ટિક રિસાયક્લિંગ બાદ બનતી વસ્તુઓનું કેમ્પસમાં પ્રદર્શન યોજાશે, જેથી વિદ્યાર્થીઓ લાઈવ વેસ્ટ મેનેજમેન્ટના પાઠ શીખી શકશે. એક વર્ષમાં કેમ્પસને 100% પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે.