મહીસાગરના લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી
મહીસાગરના લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી
Published on: 29th August, 2026

લુણાવાડા ખાતે શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધન પર્વની KG થી ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ઉજવણી કરી. સર્જનાત્મકતા અને સંસ્કારોના સિંચન માટે 'વેસ્ટ માંથી બેસ્ટ' રાખી સ્પર્ધા અને ગ્રીટીંગ કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓમાંથી આકર્ષક ઈકો-ફ્રેન્ડલી રાખડીઓ અને ગ્રીટીંગ કાર્ડ્સ બનાવ્યા. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી મોં મીઠા કરાવ્યા.